મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કર્યા યાદ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે શુક્રવારે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. મહાત્મા ગાંધીના આદર્શોને યાદ કરીને,  વડાપ્રધાને વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને મહાત્મા ગાંધીના સ્વદેશીના આહ્વાનને વિકસિત ભારતના મૂળભૂત સિદ્ધાંત તરીકે વર્ણવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પૂજ્ય બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો પાયો પણ છે. તેમનું વ્યક્તિત્વ અને સિદ્ધિઓ હંમેશા આપણા દેશવાસીઓને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે x પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, સત્ય, અહિંસા અને સદભાવના થકી વિશ્વને માનવતાનો રાહ બતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ તેમના ચરણોમાં શત્ શત્ નમન.

પૂજ્ય બાપુના વિચારો માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે દીવાદાંડી સમાન છે. તેમણે બતાવેલા સ્વચ્છતા, સાદગી અને સ્વાવલંબનના માર્ગ પર ચાલીને એક નૈતિક અને સમરસ સમાજનું નિર્માણ કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

આજે શહીદ સ્મૃતિ દિવસના અવસરે માતૃભૂમિની આઝાદી અને અખંડિતતા કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર દેશના શહીદ વીરોને આદરપૂર્વક નમન.

અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે
મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1869 ના રોજ આપણાં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. બાળપણથી જ તેઓ સત્ય અને અહિંસાના માર્ગે ચાલતા હતા. તેમણે લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો અને દક્ષિણ આફ્રિકામાં રહીને બ્રિટિશ અન્યાય સામે સત્યાગ્રહ ચળવળ શરૂ કરી હતી. ભારત પાછા ફર્યા પછી, તેમણે અસહકાર ચળવળ, મીઠા સત્યાગ્રહ અને ભારત છોડો ચળવળ જેવા મુખ્ય આંદોલનોનું નેતૃત્વ કર્યું. ગાંધીજીએ અહિંસાને હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કર્યા. તેઓ હંમેશા ગરીબો, ખેડૂતો અને સમાજના દરેક નબળા વર્ગ સાથે ઉભા રહ્યા. આજે પણ, તેમનો અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…