પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ

પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનું NOTAM (Notice to Air Missions) જારી કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પાકિસ્તાની યાત્રી તેમજ લશ્કરી વિમાનોને ભારતીય હવાઈ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પગલું પાકિસ્તાને એક અઠવાડિયા અગાઉ ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યાના પગલે લેવામાં આવ્યું છે.

શું છે NOTAM?
NOTAM (Notice to Air Missions) એ એક મહત્વપૂર્ણ જહાજરાની માહિતી પ્રણાલી છે, જે પાઇલટ્સ અને એરલાઇન ઓપરેટર્સને હવાઈ પ્રવાસ દરમિયાન આવનારી સંભવિત ચિંતાઓ અંગે જાણ કરી શકે છે. તેમાં હવામાનમાં બદલાવ, લશ્કરી કવાયત, રનવેની સ્થિતિ, પેરાશૂટ જમ્પ અથવા હવાઈ વિસ્તારમાં લાગેલા પ્રતિબંધો જેવી માહિતી સમાવિષ્ટ હોય છે. NOTAM સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે અને તેને હેક કરવી અત્યંત મુશ્કેલ ગણાય છે.

આંતરરાષ્ટ્રીય અસર
આ નિર્ણયોનો સીધો અસર નાગરિક હવાઈ પરિવહન તેમજ દ્વિપક્ષીય સંબંધો પર પડશે. પાકિસ્તાનના વિમાનોને હવે ભારતમાં આવીને યુરોપ કે દક્ષિણ પૂર્વ એશિયાની ફ્લાઇટ્સ માટે અપનાવાતા શોર્ટ રૂટનો ઉપયોગ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં. આથી સમય તથા ઈંધણના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

Related Posts

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…

ઈરાન યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રભાવ: એશિયાઈ દેશોમાં ઉર્જા કટોકટી, અનેક કડક પગલાં અમલમાં

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધને કારણે અનેક એશિયાઈ દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *