ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના વાઇસ પ્રેસિડેન્ટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ડીલના અમલથી આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રને નવી દિશા અને ઉંચાઈ મળશે.
તેમના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ગુજરાતના અગ્રણી ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ્સ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ટ્રેડ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ક્ષેત્રોમાં નિકાસની વિશાળ તકો ઊભી થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતના ઉત્પાદનોને નવી ઓળખ મળશે.
વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોના ઉત્પાદનો પર ઉંચી ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે, જેના કારણે હવે તેનો સીધો ફાયદો ભારતને મળશે. પરિણામે વૈશ્વિક બજારમાં ભારતીય ચીજવસ્તુઓ વધુ સ્પર્ધાત્મક બનશે અને નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
આ સાથે તેમણે ઉમેર્યું કે ટ્રેડ ડીલમાં કૃષિ અને ડેરી ઉત્પાદનોને બહાર રાખીને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે, જે એક સકારાત્મક પગલું છે.
ભારત-અમેરિકા વચ્ચેની આ ટ્રેડ ડીલ ગુજરાત માટે વિકાસના નવા અવસરો લઈને આવશે અને રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે, તેમ GCCIના વાઇસ પ્રેસિડેન્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






