નવા-જૂનીના એંધાણ ! અમેરિકાએ તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવા એડવાઇઝરી કરી જાહેર

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 17 થી વધુ લોકો ઘાયલ થયા છે. લશ્કર-એ-તૈયબાના સહયોગી જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. બીજી તરફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. અમેરિકી નાગરિકોને યાદ અપાવવામાં આવે છે કે વિદેશ વિભાગે જમ્મુ અને કાશ્મીર માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.

અમેરિકાએ તેમના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. અમેરિકી નાગરિકોને યાદ અપાવવામાં આવે છે કે વિદેશ વિભાગે જમ્મુ અને કાશ્મીર માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે. આ રાજ્યની મુસાફરી કરશો નહીં (પૂર્વીય લદ્દાખ પ્રદેશ અને તેની રાજધાની લેહની મુલાકાતો સિવાય). આ પ્રદેશમાં હિંસા ક્યારેક ક્યારેક થાય છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (LoC) પર તે સામાન્ય છે. તે કાશ્મીર ખીણના પર્યટન સ્થળો: શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં પણ થાય છે. ભારત સરકાર વિદેશી પ્રવાસીઓને LoC પરના અમુક વિસ્તારોમાં જવાની મંજૂરી આપતી નથી. અમેરિકી સરકારી કર્મચારીઓને જમ્મુ અને કાશ્મીરની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં ભયનો માહોલ
ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સેનાએ યુદ્ધ અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ફરી એકવાર ધમકી આપી છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.

આ પણ વાંચો… Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ

TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી
પહેલગામ હુમલા અંગે અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સશસ્ત્ર આતંકવાદીઓ ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’માં ઘૂસી ગયા હતા અને રેસ્ટોરાંમાં ફરતા, ખચ્ચર પર સવારી કરતા અને પિકનિક મનાવતા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના ફ્રન્ટ સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *