20-21 જાન્યુઆરીની રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબારની ઘટના સર્જાઈ. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણ ત્યારે થઇ જ્યારે ભારતીય સેનાના 6 નેશનલ રાઇફલ્સના સૈનિક સરહદ પર હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કરી રહ્યા હતા, જેથી બ્લાઇન્ડ સ્પોટ્સ પર નજર રાખી શકાય.
પાકિસ્તાની સૈનિકોએ ઇન્સ્ટોલેશનને ડીસ્ટર્બ કરવા માટે નાના હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં ભારતીય સૈનિકોએ જડબાતોડ ગોળીબાર કર્યો. આ ઘટનામાં બંને પક્ષમાંથી કોઈ જાનહાનીની જાણ નહીં થઈ. જોકે, ભારતીય સેનાએ તાત્કાલિક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને શંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ફાયરિંગનો ઉદ્દેશ ઘૂસણખોરીના પ્રયાસ પરથી સેનાની નજર હટાવવા માટે થઈ શકે છે.
શિયાળાના મહિનાઓમાં સુરક્ષા વધારી:
LoC પરની ઘૂસણખોરી અને હુમલાઓને ટાળવા માટે ભારતીય સેનાએ ટેકનિકલ દેખરેખ (CCTV, હાઇ-ટેક કેમેરા) અપગ્રેડ કરી છે. આ કારણે કુપવાડા સહિતના સેક્ટરમાં સુરક્ષા વધુ મજબૂત બની છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપરના ભાગોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, અને મંગળવારે તપાસ માટે અનેક લોકોને અટકાવવામાં આવ્યો.
એન્કાઉન્ટર અને શહીદ:
રવિવારે ચતરુ વિસ્તારમાં મંડ્રલ-સિંહપુરા નજીક સોનાર ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું. આતંકવાદીઓ દ્વારા અચાનક ગ્રેનેડ હુમલામાં એક પેરાટ્રૂપર શહીદ થયો અને 7 સૈનિક ઘાયલ થયા. આ બાદ આતંકવાદીઓ જંગલમાં ફરાર થયા, પરંતુ તેમની ઠેકાણાની શોધમાં ખોરાક, ધાબળા અને શિયાળાના સાધનો મળી આવ્યા.
જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક અને CRPF જમ્મુના ઇન્સ્પેક્ટર જનરલ સહિતના સિનિયર અધિકારીઓ એન્કાઉન્ટર સ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ શરૂ કરી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






