NAVRATRI 2025 : આજે છે દુર્ગા અષ્ટમી, મા મહાગૌરીની પૂજા કરવાનો પાવન દિવસ

શારદીય નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે દુર્ગા અષ્ટમી, નવરાત્રિનો આઠમો દિવસ, ભક્તિ અને શક્તિની આરાધનાનો ખાસ અવસર છે. આ પાવન દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ ‘મા મહાગૌરી’ની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરીને શુદ્ધતા, શાંતિ અને આશીર્વાદોની દેવી માનવામાં આવે છે.

 

મા મહાગૌરી: શાંતિ અને શક્તિનું દૈવી સ્વરૂપ

મા મહાગૌરીનું રૂપ અતિ તેજસ્વી અને ગુણાત્મક છે. તેમનો રંગ ગોરો છે, જેમ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલો જેવો. માતાજીના ચાર હાથ છે, તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કર્યાં છે અને તેઓ વૃષભ (બળદ) પર સવાર છે. એક હાથમાં ત્રિશૂળ, એકમાં ડમરૂ, અને બે હાથ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં છે. મહાગૌરીની આરાધનાથી ભક્તોના પાપ દૂર થાય છે અને દુર્લભ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. દેવીના આશીર્વાદથી દરેક અશક્ય કાર્ય શક્ય બને છે.

 

અષ્ટમી તિથિની પૂજા વિધિ:

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો.

પૂજામાં ગંગાજળ છાંટો, દેશી ઘીનો દીવો પ્રગટાવો.

માતાજીને સફેદ ફૂલો અને નારિયેળ અર્પણ કરો.

“ઓમ દેવી મહાગૌર્યૈ નમઃ” મંત્રનો જાપ કરો.

ગુલાબી અથવા સફેદ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના કરો.

 

કન્યા પૂજનનું મહત્વ:

આ દિવસે કન્યા પૂજન પણ વિશેષ માનવામાં આવે છે. નવ વર્ષની નીચેની કન્યાઓને મા દુર્ગાનું રૂપ માનીને તેમના ચરણ ધોઈને પૂજન અને ભોજન કરાવવામાં આવે છે. કેટલીક જગ્યા પર આ પૂજા અષ્ટમી અને કેટલીક જગ્યાએ નવમી તિથિએ થાય છે.

 

ધાર્મિક મહત્વ અને કથા:

શિવપુરાણ અનુસાર, અતિ નાની ઉંમરે મહાગૌરીએ શિવજીને પતિ તરીકે સ્વીકારવા માટે ઘોર તપ કર્યું હતું. તપશ્ચર્યા દરમિયાન તેમનું રૂપ કાળુ પડી ગયું હતું. પછી ભક્તિની શક્તિથી તેમનું રૂપ ફરી તેજસ્વી થયું – તેથી તેઓ ‘મહાગૌરી’ તરીકે વિખ્યાત થયા.

Related Posts

રાશિફળ/06 ડિસેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/06 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *