ભારતના ડિજિટલ ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ. ટેક જગતની વૈશ્વિક મહાશક્તિ માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું નાણાકીય રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO સત્ય નડેલાએ જણાવ્યું છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં 1.5 લાખ કરોડ રૂપિયા (લગભગ 17.5 બિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ માહિતી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ આપી.
AI ઇકોસિસ્ટમને વેગ આપવા માટે માઇક્રોસોફ્ટનો ઐતિહાસિક નિર્ણય
સત્ય નડેલાએ જણાવ્યું કે ભારત AIના ક્ષેત્રમાં અસીમ સંભાવનાઓ ધરાવે છે અને માઇક્રોસોફ્ટ ભારતને “AI-પાવર્ડ ફ્યુચર” તરફ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. નડેલાએ લખ્યું “ભારતના AI અવસરો પર PM મોદી સાથે પ્રેરણાદાયક ચર્ચા. માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું — 17.5 બિલિયન ડોલરનું રોકાણ ભારત માટે કરશે.” આ રોકાણ ભારતના AI First Vision ને નવા સ્તરે લઈ જશે અને ભારતમાં મજબૂત AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ડેટા સેન્ટર્સ અને ઉચ્ચ સ્તરના સ્કિલ ડેવલપમેન્ટને મહત્ત્વપૂર્ણ વેગ આપશે.
રોકાણના 3 મોટા સ્તંભ: સ્કેલ – સ્કિલ – સંપ્રભુતા
માઇક્રોસોફ્ટના જણાવ્યા મુજબ આ રોકાણ ત્રિવિધી માળખા પર ફોકસ કરશે:
– -સ્કેલ: મોટા AI ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ ઈકોસિસ્ટમ
– સ્કિલ: કરોડો ભારતીયોને AI સ્કિલ્સથી સજ્જ કરવાનું મિશન
– સંપ્રભુતા: ભારતની ટેક્નોલોજીકલ સ્વાયત્તતાને મજબૂત બનાવવી
– આ વિઝન PM મોદીનાં “ડિજિટલ ઇન્ડિયા થી AI ઇન્ડિયા” અભિગમ સાથે સંપૂર્ણ રીતે જોડાય છે.
ભારતીય અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર પગલું
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ રોકાણથી નીચેના ક્ષેત્રોમાં ઐતિહાસિક પરિવર્તન થશે:
– AI આધારિત સ્ટાર્ટઅપ્સમાં તેજી
– નવી જનરેશન ડેટા સેન્ટર્સની સ્થાપના
– ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ
– AI સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારની નવી તક
– શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, નાણાકીય સેવાઓ અને ગવર્નન્સમાં ટેક્નોલોજીકલ પરિવર્તન
ભારત પાસે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ડેટાસેટ છે, જે તેને AI માટે સૌથી અનુકૂળ દેશોમાં ગણાવે છે. માઇક્રોસોફ્ટનું આ રોકાણ ભારતને AI સુપરપાવર બનાવવા તરફનું સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






