મહેસાણા: માતા અને દીકરીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું

મહેસાણામાં આજે હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની નાની દીકરી સાથે નર્મદા કેનાલમાં પડી જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક માતાનું નામ પ્રીતિકાબેન છે અને તેમની દીકરી પિનલ માત્ર ધોરણ 3માં ભણતી હતી. બંનેના મૃતદેહો નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણાની આસપાસ બની છે, જ્યારે મૃતક પીડિતો મૂળ સાણંદ તાલુકાના મખીયાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ દરમિયાન કેનાલના કિનારેથી મૃતક મહિલાનો મોબાઈલ ફોન, એક થેલી અને એક ચિઠ્ઠી મળી આવી છે.

ચિઠ્ઠીમાંથી મળેલી માહિતી અનુસાર, પ્રીતિકાબેન નટુ નામના વ્યક્તિ પાસેથી 30,000 રૂપિયાની રકમ લેવાની હતી. પરંતુ તે પૈસા ન મળતા અને રસીક લોકોના દબાણ કે ડરથી તેઓએ આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો હોય તેવી શંકા પોલીસ વ્યકત કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આર્થિક તંગી અને માનસિક તણાવને કારણે માતા-દિકરીએ જીવ ટૂંકાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઘટના બાદ કણજરી અને મખીયાવ ગામે શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ઘટના અંગે દુખ અને આશ્ચર્ય જોવા મળ્યું છે. પોલીસ વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. નટુ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેના પર આર્થિક દબાણનું સંદિગ્ધ આરોપ છે.

Related Posts

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *