સીરિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ, 6નાં મોત અને 21 ઘાયલ

સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાવી દીધી છે.

સીરિયાની રાજ્ય સમાચાર એજન્સી SANA અનુસાર, આ વિસ્ફોટ હોમ્સના વાડી અલ-દહાબ વિસ્તારમાં આવેલી ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ મસ્જિદમાં થયો હતો. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં મસ્જિદની અંદર લોહીથી લથપથ કાર્પેટ, દિવાલોમાં પડેલા કાણા, તૂટેલા કાચ અને આગથી થયેલું નુકસાન સ્પષ્ટ જોવા મળે છે.

મસ્જિદની અંદર મૂકાયા હતા વિસ્ફોટક ઉપકરણો
સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે મસ્જિદની અંદર પહેલેથી જ વિસ્ફોટક ઉપકરણો મૂકવામાં આવ્યા હતા. વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીરિયન ગૃહ મંત્રાલયે પણ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. વાડી અલ-દહાબ વિસ્તાર મુખ્યત્વે અલાવાઈટ સમુદાયની વસ્તી ધરાવે છે. ઘટનાને લઈને સાંપ્રદાયિક તણાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશમાં ફરી વધતો તણાવ
છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સીરિયાના અનેક વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે. લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધ બાદ પરિસ્થિતિ થોડું શાંત થઈ હતી, પરંતુ સાંપ્રદાયિક, વંશીય અને રાજકીય વિભાજનો ફરી સપાટી પર આવી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સત્તા છોડીને રશિયા ગયા બાદ દેશની સ્થિતિ વધુ નાજુક બની છે. અસદ અલાવાઈટ સમુદાયના હોવાથી, તેમના ગયા પછી આ સમુદાયને નિશાન બનાવતા હુમલાઓમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય વિસ્તારોમાં પણ અશાંતિ
ઉત્તર સીરિયાના અલેપ્પો શહેરમાં પણ પરિસ્થિતિ તંગ છે. તાજેતરમાં સીરિયન સરકારી દળો અને કુર્દિશ નેતૃત્વ હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ વચ્ચે અથડામણો થઈ હતી, જેના પગલે શાળાઓ અને જાહેર સંસ્થાઓને અસ્થાયી રીતે બંધ કરવી પડી હતી. બાદમાં બંને પક્ષોએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…