આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા

રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલા વેધર અપડેટ અનુસાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.

આગામી 24 કલાકનું અનુમાન
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડા બાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે અને હવામાન સ્થિર રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આજે નોંધાયેલ મહત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ) :
સુરત – 37.4
મહુવા – 36.9
રાજકોટ – 36.3
ભુજ – 36.0
કેશોદ – 35.4
અમરેલી – 35.3
સુરેન્દ્રનગર – 35.3
ડીસા – 34.8
કંડલા પોર્ટ – 34.5
પોરબંદર – 34.4
વલ્લભ વિદ્યાનગર – 34.3
અમદાવાદ – 34.2
વડોદરા – 33.6
ગાંધીનગર – 33.5
નલિયા – 33.5
ભાવનગર – 33.4
વેરાવળ – 30.4
ઓખા – 29.8
દ્વારકા – 28.8

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…