કચ્છમાં નેશનલ હાઈવે ગોઝારો બન્યો છે એક સાથે સાત વાહનો વચ્ચે ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર અકસ્માતની વણઝાર જોવા મળી. સાત વાહનોની અથડામણ થતા સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજયું જયારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ
એકસાથે સાત અકસ્માત થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે પર એકસાથે સાત વાહનોની અથડામણ થવાની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સાથે રવાના થઈ હતી. વહેલી સવારે કટારીયા બ્રિજ નજીકના હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અને ટ્રક પાછળ ટેમ્પો બાદ એસટી બસ સહિત નાના વાહનો મળી કુલ સાત વાહનોની અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો. સાત વાહનોની ટક્કરના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. હાઈવે પર થયેલ આ ભયાનક અથડામણની આસપાસના સ્થાનિકોને જાણ થતાં વહેલી સવાર હોવા છતાં લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ટ્રકનો આગળના ભાગનો ખુરદો બોલાઈ ગયો છે. જ્યારે પાછળ આવતી ગુજરાતની એસટીબસમાં આગળના કાચનો ભાગ બહુ ખરાબ રીતે તૂટી ગયો છે. બસમાં કેટલા લોકો મુસાફરી કરતાં હતા તેને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી. તેમજ એસટી બસની પાછળ આવતા નાના વાહનો પણ એકપછી એક અથડાતા નેશનલ હાઈવે પર સાત વાહનોની ભયંકર અથડામણ થઈ. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી મૃતકના મૃતદેહને હોસ્પિટલ માટે મોકલી આપ્યો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








