પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા મામલે કૌશિક વેકરિયાએ વિધાનસભા રજૂ કર્યા આંકડાઓ, જાણો શું કહ્યું

વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 10288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6319 અને વર્ષ 2025માં 4781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.

વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1,131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ પૂરી કરવામાં આવશે.છેલ્લાં બે વર્ષમાં વડોદરા શહેરમાં 389 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 434 પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હોવાનું  જણાવવામાં આવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…