રાજ્યમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે જુનાગઢમાં આજે સવારથી જ પવનનું ભારે જોર જોવા મળ્યું છે. જુનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. આજે ગિરનાર રોપ-વે બંધ રહેતા પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય
ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો વાતાવરણમાં પલટો આવી જાય તો આ સેવા બંધ કરવી પડે છે. તેવામાં ગિરનાર પર્વત પર પવનની ગતિ 50 કિમીની હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી. તેવામાં પ્રવાસીઓની સલામતી મુદ્દે આ સેવાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આના કારણે દૂર-દૂરથી અહીં પ્રવાસે આવેલા મુસાફરોમાં આજના દિવસે રોપવે બંધ હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી હતી.
ભાવિકો મુકાયા મુશ્કેલીમાં
જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા ગિરનાર પર્વત પર રોપ વે સેવ બંધ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલા ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો પ્રવાસીઓના રોપ-વે બુકિંગ હોવા છતાં મુસાફરી નહીં કરી શકે. દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે.
વિથ ઈનપુટ: પરેશ બુધ્ધભટ્ટી
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






