ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન હુમલાના ડરથી જાહેર જીવનમાંથી દૂર રહેવું પડ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીને કારણે ખામેનીને તેહરાનની આસપાસના ઉચ્ચ સુરક્ષાવાળા બંકરમાં ખસેડવામાં આવ્યા છે. જૂન 2025માં પણ ખામેની લગભગ 21 દિવસ સુધી આ પ્રકારના બંકરમાં છુપાયેલા રહ્યા હતા.

બીઈબીસી પર્શિયનના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિએ ખામેનીના “અંત” અંગે કાસિમ સુલેમાની અથવા આઈએસના અબુ બકર અલ-બગદાદી જેવા બનાવવાની વાત ખુલ્લેઆમ કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ જણાવ્યું છે કે, “જો ખામેની પર કોઈ હુમલો થાય તો તેને ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશે.”

વિશ્લેષકોનું માનવું છે કે ખામેની અમેરિકાના નિશાન પર હોવાનો સૌથી મોટો કારણ એ છે કે તેઓ ઈરાનની તમામ મુખ્ય સત્તાઓ પર કાબૂ રાખે છે—સૈન્ય, ન્યાયતંત્ર, વિદેશ નીતિ અને પરમાણુ કાર્યક્રમ સહિત. 2016માં ઈરાન-અમેરિકા પરમાણુ કરાર દરમિયાન પણ ખામેનીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

આ દરમિયાન, ઈરાનમાં આંતરિક વિરોધ પ્રદર્શન શાંત થયા હોવા છતાં, બાહ્ય ખતરા યથાવત છે. અમેરિકાએ યૂએસએસ અબ્રાહમને મલાક્કા સમુદ્રધુનીમાં તૈનાત કર્યું છે, અને ઈરાનના આસપાસના વિસ્તારમાં ફાઇટર જેટ્સની ઉપસ્થિતિ નોંધાઈ છે.

વિશ્વવિશ્લેષકોના મતે, ખામેનીનો બંકરમાં છુપાવું માત્ર સુરક્ષા પગલું નહીં, પરંતુ ઈરાન-અમેરિકા સંબંધોમાં ઊંડા અવિશ્વાસ અને ભવિષ્યમાં મોટા સંઘર્ષની ચેતવણી પણ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…