ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત

ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે, ત્યાર પછી ઈરાનમાં પ્રવેશવા માટે વિઝા ફરજિયાત બની જશે.

શું બદલાશે?
– 22 નવેમ્બરથી તમામ ભારતીય મુસાફરોને
– ઈરાનની ઔપચારિક વિઝા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
– દસ્તાવેજોની યોગ્યતા સાબિત કરવી પડશે
– નોકરીની ઓફર, મુસાફરીના હેતુ સહિતની તમામ વિગતો રજૂ કરવી પડશે
– ઈરાનનું કહેવું છે કે આ બદલાવ “સુરક્ષાની દૃષ્ટિએ” લેવામાં આવ્યો છે.

છેતરપિંડી ગેંગો સામે કાર્યવાહી મુખ્ય કારણ
વિઝા-ફ્રી સુવિધા રદ્દ કરવાની પાછળનું સૌથી મોટું કારણ ભારતીય નાગરિકોની સુરક્ષા હોવાનું નિષ્ણાતો કહે છે. ભારતીય વિદેશ મંત્રાલયે થોડા મહિનાં પહેલાં જ ચેતવણી આપી હતી કે ખોટી નોકરીની ઓફર આપતા ગેંગો ભારતીયોને ઈરાન લઈ જતાં હતા ત્યાં અપહરણ કરીને ખંડણી માંગવામાં આવતી હતી. ત્રીજા દેશોમાં નોકરી આપવાનાં વચનો બતાવીને યુવાનોને ફસાવવામાં આવતા હતા. આ મામલાઓમાં છેલ્લા મહિનાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી.

ઈરાનું સત્તાવાર નિવેદન
ઈરાની આંતરિક મંત્રાલયે જાહેરાત કરી કે “ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને, વિઝા-મુક્ત પ્રવેશ નિયમો પર ફરી વિચાર કરવાની જરૂર છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ તમામ પ્રવેશ વિઝા આધારિત રહેશે.”

સ્થિતિ પર ભારતની નજર
ભારતીય સરકાર સમગ્ર મુદ્દા પર નજર રાખી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, નવા નિયમો પ્રવાસીઓ, કામ માટે ઈરાન જનારાઓ અને ટ્રાવેલ એજન્ટ્સ પર સીધો અસર કરશે. વિદેશ મંત્રાલયે નાગરિકોને સલાહ આપી છે કે કોઈ પણ અનધિકૃત એજન્ટ અથવા શંકાસ્પદ નોકરી ઓફર પર ભરોસો ન રાખે. ઈરાનની મુસાફરી માટે વૈધ વિઝા મેળવ્યા વગર મુસાફરી ન કરે. ઈરાનમાંના જોખમ વિશે સાવચેત રહે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…