IPLની સફર દિવસે ને દિવસે રોમાંચક બની રહી છે. આ દરમિયાન IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીમાં વિલંબ થઈ શકે છે. માર્ચ મહિનામાં IPL 2025માં બુમરાહ MI માટે ત્રણ મેચ ગુમાવશે તેવી અપેક્ષા હતી. હવે સમાચાર છે કે બુમરાહની વાપસીમાં થોડો વધુ સમય લાગી શકે છે. હજુ બૂમરાહને સાજા થવામાં હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સામે લાગશે. એટલે કે આ સિઝનમાં બૂમરાહ રમે તેવી શક્યતા નથી.
ફક્ત બુમરાહ જ નહીં પરંતુ આકાશ દીપની વાપસીમાં પણ સમય લાગી શકે છે. આકાશ દીપ આવતા અઠવાડિયા સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ક્રિકેટ રમી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહ મેદાનથી દૂર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આકાશ દીપના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કારણ કે તેમનું બોલિંગ આક્રમણ હાલમાં ખૂબ જ બિનઅનુભવી છે.
બુમરાહની વાપસીમાં સમય લાગશે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, BCCIની મેડિકલ ટીમ બુમરાહ પ્રત્યે ખૂબ સાવધાની રાખી રહી છે કારણ કે ભારત આઈપીએલ પછી તરત જ જૂનમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. ભલે પસંદગીકારો તેને યુકે પ્રવાસ પર પાંચેય ટેસ્ટ રમવાની અપેક્ષા રાખતા નથી, પણ બુમરાહ ઓછામાં ઓછી બે કે ત્રણ મેચ રમે તેવી અપેક્ષા છે. BCCIના એક સૂત્રએ માહિતી આપી હતી કે બુમરાહની ઈજા થોડી વધુ ગંભીર છે. તબીબી ટીમ ખાતરી કરવા માંગે છે કે તેમને સ્ટ્રેસ ફ્રેક્ચર ન થાય. બુમરાહ પોતે પણ સાવચેતી રાખી રહ્યો છે. તે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બોલિંગ કરી રહ્યો છે પરંતુ તેને સંપૂર્ણ વાપસી કરવામાં વધુ સમય લાગી શકે છે. હજુ સુધી કોઈ ચોક્કસ સમયરેખા નક્કી કરવામાં આવી નથી. તે એપ્રિલના મધ્ય સુધીમાં કમબેક કરી શકે છે. આકાશ દીપ પણ 10 એપ્રિલ સુધીમાં કમબેક કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025માં બુમરાહ ટીમમાં જોડાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સીઝનમાં 3માંથી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે. મુંબઈ હવે તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સામે ઘરઆંગણે રમશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








