ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે 7.3% વૃદ્ધિનો અનુમાન લગાવ્યો હતો, જ્યારે RBI અને સરકાર બંનેએ પહેલા 7% માન્યું હતું.
સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલાં સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ વિસ્તારોમાં માંગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં આ વિકાસ દરને ઊંચો લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે.
પ્રાઇમરી સેક્ટર (કૃષિ અને માઇનિંગ)માં વૃદ્ધિ:
– કૃષિ ક્ષેત્રમાં 3.5% વૃદ્ધિ, ગયા વર્ષની તુલનામાં થોડી ધીમી
– માઇનિંગ સેક્ટરમાં સ્થિરતા, માત્ર 0.04% ઘટાડો
– ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત
નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ જણાવ્યું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ લોકો પાસે 2 લાખ કરોડ સુધીની બચત થઇ શકે છે, જેના કારણે બજારમાં ખર્ચ વધશે અને અર્થતંત્રમાં નવી ઊંચાઈઓ જોવા મળશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






