વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.
ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ
ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી જરૂર પડ્યે સંપર્ક અને સહાય શક્ય બને.
વૈશ્વિક તણાવ અને અમેરિકા-વેનેઝુએલા કાર્યવાહીની અસર
ભારત દ્વારા આ એડવાઇઝરી એવા સમયે જાહેર કરવામાં આવી છે, જ્યારે અમેરિકાએ વેનેઝુએલા સામે કડક કાર્યવાહી કરી છે અને તેના રાષ્ટ્રપતિની કેદને લઈને વિશ્વભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અનેક દેશોએ અમેરિકાની આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે.
આ ઘટનાના પગલે વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે કે ઈરાન અમેરિકાનું આગામી લક્ષ્ય બની શકે છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાનને લઈને ફારસી ભાષામાં પણ સંદેશ જારી કર્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને કડક કાર્યવાહી કરનાર નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ઇઝરાયલ તરફથી પણ ચેતવણી
બીજી તરફ, ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ નેતા નફતાલી બેનેટએ પણ ઈરાનને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ઈરાન પાસે હવે બહુ ઓછો સમય બચ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ તરફથી આવી રહેલી ધમકીઓના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે.
પરમાણુ કાર્યક્રમને લઈને ઈરાન પહેલેથી જ અમેરિકાના નિશાન પર હોવાનું માનવામાં આવે છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આગોતરી સાવચેતીરૂપે આ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






