રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી. તેમણે આ નિવેદન RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે કોલકાતામાં આયોજિત “100 વ્યાખ્યાન શ્રેણી” કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું.
ભાગવતે કહ્યું હતું, “જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, શું તેને બંધારણીય મંજૂરીની જરૂર પડે? એ જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું સન્માન થાય છે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર રહેશે.” તેમણે ઉમેર્યું કે સંસદ બંધારણમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી.
RSS વડાએ સ્પષ્ટ કર્યું કે જે કોઈ વ્યક્તિ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે છે, ત્યાં સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર રહેશે. આ RSSની વિચારધારા છે. તેમણે જણાવ્યું કે જન્મ આધારિત જાતિ વ્યવસ્થા હિન્દુત્વની ઓળખ નથી.
ભાગવતે વધુમાં કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર કહેવાનું કારણ તેની સંસ્કૃતિ અને બહુમતી વસ્તીનો હિન્દુ ધર્મ સાથેનો ઊંડો સંબંધ છે. તેમણે યાદ અપાવ્યું કે ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ મૂળ બંધારણની પ્રસ્તાવનામાં નહોતો અને તે 1976માં કટોકટી દરમિયાન 42મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ભાગવતે લોકોને RSSના કાર્યાલય અને શાખાઓની મુલાકાત લેવા અપીલ કરી, જેથી સંગઠન વિશેની ગેરસમજો દૂર થઈ શકે. તેમણે કહ્યું કે RSS હિન્દુઓના રક્ષણ અને રાષ્ટ્રવાદની વાત કરે છે, પરંતુ તે કોઈ ધર્મવિરોધી નથી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





