India: ત્રણેય સેનાદળોમાં મોટા ફેરફાર, નવા CISC અને નોર્ધન કમાન્ડને પણ મળશે નવા અધ્યક્ષ

ભારતીય સેનાઓ માટે 1 મે 2025 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. ત્રણેય દળોમાં (સેના, નૌસેના અને વાયુસેના) મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક થશે. વાયુસેનાને નવા નાયબ વડા મળશે, ત્રણેય દળોને મળશે નવો CISC, અને આર્મીના નોર્ધન કમાન્ડને પણ નવા ચીફ મળશે. 30 એપ્રિલે અનેક વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થશે, જે પછી નવી જવાબદારીઓ સોંપાશે.

એર માર્શલ નર્મદેશ્વર તિવારી બનશે વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ
એર માર્શલ નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા નાયબ વડા તરીકે 1 મેના રોજ પદભાર સંભાળશે. તેઓ વર્તમાન નાયબ વડા એસપી ધારકરનું સ્થાન લેશે, જે 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યાં છે. ધારકરએ 40 વર્ષથી વધુ સમય સેવામાં આપ્યાં છે. તિવારી હાલમાં ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના વડા છે. તેમની જગ્યા પર હવે તાલીમ કમાન્ડના વડાને નિયુક્ત કરવામાં આવશે.

એર માર્શલ આશુતોષ દીક્ષિતને મળશે ત્રણેય દળોના CISC પદનો કાર્યભાર
એર માર્શલ આશુતોષ દીક્ષિતને Chief of Integrated Defence Staff to the Chairman, Chiefs of Staff Committee (CISC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુનું સ્થાન લેશે, જે પણ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે. CISC એ ત્રણેય સેનાદળો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરે છે અને Chief of Defence Staff (CDS) ની ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. દીક્ષિત હાલ પ્રયાગરાજ ખાતે સેન્ટ્રલ એર કમાન્ડના વડા તરીકે ફરજ બજાવે છે અને તેઓ મિરાજ 2000 ફાઈટર જેટના અનુભવી પાયલટ છે. 1 મેના રોજ તેઓ નવી જવાબદારી સંભાળશે.

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા બનશે નોર્ધન કમાન્ડના નવા વડા
લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને ભારતીય સેનાની ઉત્તરીય કમાન્ડનું નેતૃત્વ સોંપાશે, જે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં ચીન તથા પાકિસ્તાનની સરહદોની રક્ષા માટે જવાબદાર છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ એમવી સુચેન્દ્ર કુમારનું સ્થાન લેશે. શર્મા હાલમાં આર્મી હેડક્વાર્ટર ખાતે Deputy Chief of Army Staff પદ પર છે. અગાઉ તેઓ મહાનિર્દેશક – લશ્કરી કામગીરી (DGMO) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં પેહલગામ હુમલાના પ્રકરણ બાદ તેઓ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે શ્રીનગરની મુલાકાતે ગયા હતા, જેનાથી તેમની ભૂમિકા ને વધુ મહત્વ મળ્યું છે.

Related Posts

ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ…

હિમાચલમાં હિમવર્ષાનું રૌદ્ર સ્વરૂપ: રોહતાંગ અને અટલ ટનલ પર 5 ફૂટ બરફ, IMD દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરના કારણે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિએ અનેક પર્યટન સ્થળોએ ભારેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *