અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસને એક દમદાર સંદેશ આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હમાસે જો રવિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં ઇઝરાયલ સાથે શાંતિ કરાર ન સ્વીકાર્યો, તો “All Hell Will Break Loose” ભયાનક પરિણામો ભોગવવા પડશે.
શાંતિ માટે 20 મુદ્દાઓની યોજના રજૂ
ટ્રમ્પે એક 20-મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે જેમાં માત્ર તાત્કાલિક યુદ્ધવિરામ જ નહીં, પરંતુ ગાઝા માટે યુદ્ધ પછીનું શાસન માળખું પણ સમાવિષ્ટ છે. યોજનામાં એવું પણ સૂચવાયું છે કે શાંતિ બાદ ગાઝાની જવાબદારી સંયુક્ત રીતે નક્કી કરાયેલ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સમૂહ સંભાળશે.
“હમાસને હવે છેલ્લી તક”
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, “હમાસના આતંકવાદી સ્ત્રાવમાંથી હવે મધ્ય પૂર્વને મુક્ત કરવાનું છે. જો આ તક ચૂકી જશે, તો ફરી શાંતિની કોઈ Window of Opportunity નહીં મળે.” ટ્રમ્પે કહ્યું કે જો હમાસ શાંતિથી બંધકો છોડે અને યુદ્ધવિરામ સ્વીકારે તો યુદ્ધ તાત્કાલિક બંધ થશે.
ગાઝા નાગરિકોને ચેતવણી
હમાસની સ્થિતિનાં લીધે પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની છે. ટ્રમ્પે ગાઝાના નિર્દોષ નાગરિકોને ‘સુરક્ષિત સ્થળે જવાની વિનંતી અને ચેતવણી’ બંને આપી છે. તેમના શબ્દોમાં, “અમે જાણીએ છીએ તમે ક્યાં છો. જો આ શાંતિનો માર્ગ ન અપનાવશો, તો પરિણામો ખૂબ ગંભીર થશે.”
ઇતિહાસના સૌથી ઘાતક સંઘર્ષમાંથી એક
7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા બાદ શરૂ થયેલા ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, “હમાસના 25,000થી વધુ સૈનિકો માર્યા ગયા છે”, અને તેમણે હમાસને “માનવતા પર કલંક” ગણાવ્યું છે.








