ભારતના સૌથી મહત્વાકાંક્ષી સ્વદેશી ફાઈટર જેટ પ્રોજેક્ટ એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ને રક્ષા મંત્રાલયે નવી ગતિ આપી છે. 5મી પેઢીના સ્ટેલ્થ ફાઈટર જેટના વિકાસ માટે ત્રણ પસંદ કરેલી કંપનીઓને રિક્વેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) મોકલવામાં આવ્યા છે. આ પગલું ભારતને આધુનિક લડાકૂ વિમાન નિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
દુશ્મનના રડારને પણ ચકમો આપશે AMCA
AMCA ભારતનું પહેલું સ્વદેશી ટ્વિન એન્જિન 5મી પેઢીનું મલ્ટીરોલ સ્ટેલ્થ ફાઈટર જેટ હશે. તેની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે તે દુશ્મનના રડારમાં સરળતાથી પકડાશે નહીં. આ વિમાનની ડિઝાઇન DRDO હેઠળ કાર્યરત એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફાઈટર જેટ ભારતીય વાયુસેનાના જૂના વિમાનોને બદલીને હવાઈ શક્તિમાં વધારો કરશે. તેમાં સ્ટેલ્થ ટેકનોલોજી, એડવાન્સ્ડ એવિઓનિક્સ, સેન્સર ફ્યુઝન અને નેટવર્ક-સેન્ટ્રિક વોરફેર જેવી આધુનિક સુવિધાઓ સામેલ રહેશે.
આ ત્રણ કંપનીઓને મોકલાયા RFP
રક્ષા મંત્રાલય દ્વારા નીચેની ત્રણ કંપનીઓ અથવા કન્સોર્શિયમને RFP જાહેર કરવામાં આવ્યા છે:
– લાર્સન એન્ડ ટૂબ્રો–ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (L&T-BEL) કન્સોર્શિયમ
– ટાટા એડવાન્સ સિસ્ટમ્સ
– ભારત ફોર્જ–BEML કન્સોર્શિયમ
– HAL અને ADA સાથે મળીને થશે વિકાસ
આમાંથી એક કંપનીની પસંદગી કરવામાં આવશે, જે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે મળીને AMCAનો પ્રોટોટાઇપ તૈયાર કરશે. ત્યારબાદ તેનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે. યોજનાના અનુસાર AMCAને 2030ના શરૂઆતના વર્ષોમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની તૈયારી છે.
આત્મનિર્ભર ભારત માટે મોટું પગલું
AMCA પ્રોજેક્ટ સફળ થાય તો ભારત અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થશે, જેઓ પાસે 5મી પેઢીના સ્ટેલ્થ ફાઈટર જેટ છે. આ પ્રોજેક્ટ “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઇન્ડિયા” અભિયાન માટે પણ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞોના મત મુજબ આ પ્રોજેક્ટ ભારતની રક્ષા ક્ષમતા મજબૂત બનાવવાની સાથે દેશના એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




