જાપાનમાં “Iron Lady” સાનાએ તાકાઇચીનો ઐતિહાસિક વિજય, LDPએ બહુમતીનો આંકડો પાર કર્યો

જાપાનની રાજનીતિમાં નવો ઇતિહાસ રચાયો છે. દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સાનાએ તાકાઇચીએ મધ્ય-શિયાળાના ચૂંટણીમાં વિન્ડર સ્નેપ પોલમાં ભવ્ય જીત મેળવી, અને જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ને સંસદના નીચલા સદનમાં બહુમતી પાર કરાવી.

લેટેસ્ટ પરિણામ અનુસાર, LDPએ માત્ર બે કલાકમાં 233 સીટો મેળવી, રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધું. આ જીત માત્ર સંખ્યાબળની નથી, પરંતુ તાકાઇચીના મજબૂત નેતૃત્વ પર જનતાનો વિશ્વાસ દર્શાવે છે.

સાનાને તાકાઇચી “Iron Lady” તરીકે ઓળખવામાં આવે છે, અને તેમણે દેશની અર્થવ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક કૂટનીતિમાં મજબૂત નિર્ણયો લેવામાં છબી ઉભી કરી છે.

વિશ્વભરના નેતાઓએ જીત પર અભિનંદન પાઠવ્યા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તાકાઇચીને શુભેચ્છા પાઠવી, અને જણાવ્યું કે આ જીત ભારત-જાપાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. અમેરિકાના રાજદૂત જૉર્જ એડવર્ડ ગ્લાસે પણ તાકાઇચીની “પ્રભાવશાળી જીત” માટે અભિનંદન આપ્યા.

આ ચૂંટણી જાપાનમાં મહિલાઓના નેતૃત્વ માટે પ્રેરણાદાયક ક્ષણ બની છે અને 36 વર્ષમાં પહેલી મિડ-વિન્ટર ચૂંટણી તરીકે નોંધાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…