રાજ્યમાં બેવડી ઋતુની અસર, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ : હવામાન વિભાગ

રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ દિશાના પવનોના કારણે બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, વહેલી સવારે ઠંડક અને બપોરે ઉનાળાની જેમ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે, જ્યારે બપોરે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. હાલ વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

સુરતમાં ઉનાળાની ગરમી યથાવત
સુરત જિલ્લામાં ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઉતરવાનું નામ લઈ રહ્યો નથી. શનિવારે સુરતમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે સુરત રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. જોકે, રાત્રીનું તાપમાન ઘટીને 18.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જેના કારણે વહેલી સવારે હળવી ઠંડક અનુભવાઈ રહી છે.

સુરતમાં સવારના સમયે ભેજનું પ્રમાણ 70 ટકા અને સાંજે 57 ટકા નોંધાયું હતું. જ્યારે પવન પ્રતિ કલાક સરેરાશ 4 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો.

નવસારીમાં તાપમાનમાં તફાવત
નવસારીમાં શનિવારે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયે ભેજનું પ્રમાણ 90 ટકા અને સાંજે 27 ટકા નોંધાયું હતું. અહીં પવનની ઝડપ સરેરાશ 2.1 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

આગામી દિવસોની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રીનું તાપમાન થોડું ઘટી શકે છે, પરંતુ ત્યારબાદ એકાદ-બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આગામી 13 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાન 17 થી 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…