ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત

અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે. આ દરમિયાન આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે મામલે આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી છે.

‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો આજે બીજો દિવસ છે. જોકે આ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. જોકે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી છે.

લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત
અમદાવાદનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે હવે તંત્રએ આ અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધર્યું છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો. ત્યારે આ વિસ્તારના મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.જેનું આ વિસ્તારમાં 2000 વારનો રિસોર્ટ બનાવવામાં આવ્યો હતો. જેને 45 મિનિટમાં જમીનદોસ્ત કરવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

જનરલ નરવણેનું પબ્લીશ ન થયેલ પુસ્તક રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યું? ઉઠયા અનેક સવાલો

રાહુલ ગાંધીએ જનરલ એમએમ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મેળવ્યું? આ પ્રશ્ન 2026 માં રાજકારણ અને મીડિયામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની”,…

અંક જ્યોતિષ/08 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *