રાષ્ટ્રીય ઇનોવેશન, ડિઝાઇન અને એન્ટરપ્રિન્યોરશીપ (IDE) બૂટકેમ્પમાં સરકારી પોલિટેકનિક ગાંધીનગરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

રકારી પોલિટેકનિક ગાંધીનગરના ડિપ્લોમા બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા Innovation, Design and Entrepreneurship (IDE) બુટકેમ્પની ત્રીજી આવૃત્તિના પ્રથમ તબક્કામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

આ બૂટકેમ્પ 6 થી 10 એપ્રિલ 2026 દરમિયાન અમદાવાદ સ્થિત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય બૂટકેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ ડિઝાઇન થિંકિંગ, નવીનતા, સ્ટાર્ટઅપ આઈડિયા ડેવલપમેન્ટ, બિઝનેસ મોડલ તથા પ્રેઝન્ટેશન સ્કિલ્સ જેવી વિવિધ ક્ષમતાઓમાં તાલીમ મેળવી હતી. આ ઉપરાંત તેમણે i-Hub ગુજરાતની મુલાકાત લઈને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે પ્રાથમિક સમજ તથા સાબરમતી આશ્રમની મુલાકાત દ્વારા નેતૃત્વ, સાદગી અને આત્મનિર્ભરતા જેવા મૂલ્યોનો સંદેશ મેળવ્યો હતો.

આ દરમિયાન “Idea Pitching” સત્રમાં ટીમે ઉત્તમ પ્રદર્શન કરી “Best Idea Pitching Award” પ્રાપ્ત કર્યો હતો. આ પુરસ્કાર i-Hub ના CEO, EDII ના ડિરેક્ટર તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની ટીમમાં વત્સલ ભટ્ટ, શ્લોક કલાર્થિ, આસ્થા કોઠિયા અને ઋદ્ધમ લાલકિયાએ પ્રોફેસર મૈત્રી દવે તથા પ્રોફેસર પૂનમ લખાણીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સિદ્ધિથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વધુ વિકાસ થયો છે. સંસ્થાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

    એક ડોઝ કે બે? HPV રસીકરણની ભલામણો વિશે શું જાણવું જરૂરી…..

    હ્યુમન પેપિલોમાવાયરસ એટલે કે HPV સામેનું રસીકરણ સર્વાઇકલ કેન્સર સહિત HPVથી સંબંધિત અનેક પ્રકારના કેન્સરથી બચાવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે HPV રસીકરણ અંગે લોકોમાં વારંવાર એક સવાલ જોવા મળે છે—રસીના એક ડોઝથી કામ થઈ જાય કે બે ડોઝ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે એકસરખો નથી. રસી કઈ ઉંમરે શરૂ કરવામાં આવી, વ્યક્તિની રોગપ્રતિકારક સ્થિતિ કેવી છે અને કયા દેશની રસીકરણ માર્ગદર્શિકા લાગુ પડે છે તેના આધારે ડોઝની સંખ્યા બદલાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) 9થી 14 વર્ષની છોકરીઓ માટે એક અથવા બે ડોઝની ભલામણને માન્ય રાખે છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ બે ડોઝને પ્રમાણભૂત શેડ્યૂલ તરીકે સૂચવે છે. HPV શું છે અને રસી કેમ મહત્વની છે? HPV એક સામાન્ય વાયરસ…