સુર સામ્રાજ્ઞા આશા ભોંસલેને દેશે આપી ભાવભીની વિદાય : પુત્રએ આપ્યો મુખાગ્નિ

ભારતીય સંગીત જગત માટે આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરીલા અવાજની માલિક અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અંતિમ વિદાય દરમિયાન તેમના પુત્ર આનંદ ભોંસલેએ માતાના અંતિમ સંસ્કાર કર્યા અને ચિતાને અગ્નિદાહ આપ્યો. પરિવારજનો અને નજીકના લોકો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહી. તેમની પૌત્રી જેનાઈ દાદીને અંતિમવાર જોઈને દુઃખમાં તૂટી પડી હતી.

આપણ વાંચો – દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ

આશા તાઈએ પોતાના અનોખા અવાજ અને બહુમુખી ગાયકીથી દાયકાઓ સુધી સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કર્યું હતું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાં તેમનું શરીર ભલે વિલીન થઈ ગયું હોય, પરંતુ તેમનો અવાજ સદાકાળ માટે જીવંત રહેશે. તેમના નિધનને એક યુગનો અંત માનવામાં આવી રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટી અને ચાહકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. આશા ભોંસલેએ ગાયેલા સદાબહાર ગીતો તેમને હંમેશા માટે અમર બનાવશે. સંગીતપ્રેમીઓના હૃદયમાં આશા ભોંસલે હંમેશા જીવંત રહેશે.

 

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    G7 સમિટમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત: 16 મહિના બાદ ફરી મળ્યા બંને નેતાઓ

    ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે. લગભગ 16 મહિના બાદ બંને નેતાઓ એકબીજા સામે આવ્યા…

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…