

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ અને લેબ ટેકનિશિયનો તથા તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓની સર્વગ્રાહી તપાસ કરવામાં આવી હતી,
જેમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ (સુગર), અને વજન અને ઊંચાઈની તપાસ, લોહીની વિવિધ તપાસ, ઈસીજી તપાસ, બ્રેસ્ટ સ્ક્રીનિંગ મહિલાઓ માટે મેમોગ્રાફી સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ તકે નિષ્ણાત તબીબો દ્વારા વ્યસ્ત કાર્યશૈલી વચ્ચે માનસિક તણાવ મુક્ત રહેવા અને પોષણયુક્ત આહાર લેવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબના કર્મચારીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કુલ 140 જેટલા અધિકારી કર્મચારીઓ પૈકી 103 પુરુષ જ્યારે 37 મહિલા કર્મચારીઓએ લાભ લીધો હતો. જેમાંથી 75 લોકોની હૃદયની તપાસ (ECG), 21 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનીંગ, 14 લોકોનું BMI 30 થી વધુ આવતા તેમને જરૂરી માર્ગદર્શન, પાંચ લોકોનું ડાયાબિટીસ નિદાન અને ચાર લોકોનું હાઇપરટેન્શન નિદાન કરવામાં આવ્યું હતું.
આ બાબતને ધ્યાને રાખીને, કાર્યસ્થળ પર જ આરોગ્યની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓથી લઈને વર્ગ-4 સુધીના કર્મચારીઓ સહિત તમામ સ્તરના કર્મયોગીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને પોતાના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવ્યું હતું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






