ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, જાણો છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવાઈ

વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે.

કૃષિ મંત્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાના વ્યાપમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2026-27 સુધીમાં આ યોજના માટે બજેટમાં રૂ. 800 કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સમગ્ર દેશમાં ટ્રેક્ટર ઘટક માટે આટલી મોટી રકમની જોગવાઈ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત ટ્રેક્ટરની ખરીદીમાં સહાયની મર્યાદા પણ વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે. વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે, છેલ્લા 5 નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યના કુલ 2,01,605 ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે કુલ રૂ. 1,191.94 કરોડની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

ગત પાંચ વર્ષમાં ટ્રેક્ટર માટે ખેડૂતોને આપવામાં આવેલી સહાયની વિગતો:
– વર્ષ 2021-22 માં 30,568 ખેડૂતોને કુલ રૂ. 144 કરોડની સહાય
– વર્ષ 2022-23માં 29933 ખેડૂતોને કુલ રૂ. 142.08 કરોડની સહાય
– વર્ષ 2023-24માં 59,311 ખેડૂતોને કુલ રૂ. 282.34 કરોડની સહાય
– વર્ષ 2024-25માં 49,227 ખેડૂતોને કુલ રૂ. 238.16 કરોડની સહાય
– વર્ષ 2025-26માં (31-12-25 સુધીમાં) 32,566 ખેડૂતોને કુલ રૂ. 325.36 કરોડની સહાય ચૂકવવામાં આવી

કૃષિ મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા ખેત મજૂરોની અછતની સમસ્યા હલ થઈ છે અને રાજ્યનો ખેડૂત આધુનિક મશીનરીના ઉપયોગથી સમૃદ્ધ બનીને તેમની આવકમાં વૃદ્ધિ કરી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગૂગલે કરી મોટી કાર્યવાહી… પ્લે સ્ટોર પરથી 1.75 મિલિયન નકલી એપ્સ હટાવી ; જાણો કારણ

ગૂગલે 1.75 મિલિયન (17.5 લાખથી વધુ) નકલી એપ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરની નીતિઓનું ઉલ્લંઘન કરી રહી હતી. ગૂગલ દ્વારા આ કડક પગલું એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમને…

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ | | GUJARATI NEWS BULLETIN

ગુજરાતમાં કમોસમી વરસાદ ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય વાદળછાયા વાતાવણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ અંકલેશ્વર, હાંસોટ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ફરી એક વખત…