GST કલેક્શન સતત સરકારની તિજોરી ભરી રહી છે. આ દરમિયાન માર્ચમાં કુલ GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થયું છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST ) ની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે.
માર્ચ દરમિયાન GSTનું કુલ રિફંડમાં બમ્પર વધારો થયો છે. રીફંડમાં કુલ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું છે. જયારે માર્ચ 2025 માં રિફંડની ચોખ્ખી GST આવક રૂ. 1.76 લાખ કરોડથી વધુ રહી, જે એક વર્ષ પહેલાના સમાન મહિનાની તુલનામાં 7.3 ટકા વધુ છે.
ગયા મહીને ફેબ્રુઆરી માસમાં GST વસૂલાત 9.1% વધીને રૂ. 183,646 કરોડ થઈ ગઈ હતી. જાન્યુઆરીમાં GST કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આમાં 12.3% નો વધારો જોવા મળ્યો. ડિસેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.77 લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 7.3% ની વૃદ્ધિ દર્શાવે છે. તહેવારોની મોસમ પછી વપરાશમાં ઘટાડો થવાને કારણે, નવેમ્બરમાં નોંધાયેલા 8.5% વૃદ્ધિ દર કરતા આ ધીમો હતો. બજેટમાં, સરકારે વર્ષ માટે GST આવકમાં 11% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે, જેમાં સેન્ટ્રલ GST અને વળતર સેસ સહિતની વસૂલાત રૂ. 11.78 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







