ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક વેચાણ કિંમત (RSP) અને અન્ય ફરજિયાત વિગતો છાપવી હવે અનિવાર્ય કરી છે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવશે. આ તારીખથી તમામ નિર્માતા, પેકર્સ અને આયાતકારોને તેનો કડક પાલન કરવું પડશે.
નાના પેકેટો માટે જૂની છૂટ રદ
સુધારા પહેલાં:
– 10 ગ્રામ અથવા તેનાથી ઓછા વજનના પેકેટો
– અમુક ફરજિયાત ઘોષણાઓમાંથી મુક્ત હતા
– હવે સરકારએ આ છૂટ રદ કરી છે.
નવી વ્યવસ્થા પ્રમાણે:
– 10 ગ્રામથી ઓછા પેકેટમાં પણ
– RSP
– નેટ વજન
– નિર્માતા/આયાતકાર વિગતો
– ઉત્પાદન તારીખ વગેરે
– બધું સ્પષ્ટ રીતે છાપવું ફરજિયાત રહેશે.
સરકારે આ માટે નિયમ 26(a)માં ફેરફાર કરી GSR 881(E) હેઠળ નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
સરકારના નિર્ણય પાછળના બે મુખ્ય કારણો
1) ગ્રાહક સુરક્ષા અને ભ્રામક ભાવો પર રોક
ઘણાં નાના પાન મસાલા પેકેટોમાં:
– ભાવ સ્પષ્ટ ન હોય
– ગેરમાર્ગે દોરતા ભાવો છપાતા હોય
– બજારમાં અનિયમિતતા જોવા મળતી
– નવી નીતિના અમલ બાદ ગ્રાહકોને:
– સ્પષ્ટ ભાવ માહિતી મળશે
– છેતરપિંડીના કેસ ઘટશે
– યોગ્ય કિંમતી નિર્ણય લેવાની સરળતા વધશે
2) GST અને મહેસૂલ વસૂલાતમાં પારદર્શિતા
પાન મસાલા હવે RSP આધારિત GST માળખામાં આવે છે, તેથી:
– દરેક પેકેટ પર RSP ફરજિયાત થતા ટેક્સ એસેસમેન્ટ સરળ બનશે
– બનાવટદારોએ ભાવ છુપાવવા અથવા ગેરરીતિ કરવાની શક્યતા ઘટશે
– મહેસૂલ વસૂલાતમાં વધારો થશે
GST કાઉાન્સિલના તાજેતરના નિર્ણયોને અસરકારક રીતે અમલમાં
ઉદ્યોગ પર અસર
નિયમમાં થયેલો આ ફેરફાર ખાસ કરીને:
– નાના પેકેટોની પ્રોડક્શન લાઇન
– પાન મસાલા અને સુપારી ઉદ્યોગ
– નાના બ્રાન્ડ્સ
પર સૌથી વધુ અસર કરશે.
પરંતુ, લાંબા ગાળે ગ્રાહકોને સુરક્ષા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતાના ફાયદા મળશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






