ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક નોંધાઈ છે. જેમાં અંદાજે 80 હજારથી વધુ બોરી મરચાની આવક નોંધાઈ છે.હરાજીમાં 20 કિલોના 1000 થી 2500 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. યાર્ડ બહાર 2,000 થી 2,500 વાહનોની લાંબી કતાર પણ જોવા મળી છે.
આ પણ વાંચો :- Gandhinagar : ભાજપના જિલ્લા પ્રમુખોનાં નામ જાહેર, જાણો ક્યાં કોની કરાઈ વરણી
મરચાની મબલખ આવકથી ગ્રાઉન્ડમાં જગ્યા ટૂંકી પડી છે જેને લઈ અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરાઇ છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જેતપુર કોટડા સાંગાણી ગોંડલ રાજકોટ અને જામકંડોરણા તાલુકાના તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવતા હોય છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ખેડૂતો મરચા વેચવા આવતા હોવાથી માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે.
આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન
ગોંડલના મરચાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ આંધ્ર પ્રદેશ તેલંગણા સહિતના દક્ષિણા કેટલાક રાજ્યોમાં પણ હોય છે જેથી ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલમાં ખરીદવા માટે આવતા હોય છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






