સોના-ચાંદીમાં તોફાની તેજી, સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પર

સોના અને ચાંદીના ભાવમાં તોફાની વધારો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ સોનાનું ભાવ આ અઠવાડીયામાં 6,177 રૂપિયા વધીને 10 ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત 1,37,956 રૂપિયાની ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. 22 કેરેટ સોનાની કિંમત 1,26,368 રૂપિયા, જ્યારે 18 કેરેટ સોનાનું ભાવ 98,834 રૂપિયા નોંધાયો છે.

ચાંદીના ભાવમાં પણ જંગી વધારો જોવા મળી રહ્યો છે. 2024માં ચાંદીની કિંમત 84,000 આસપાસ હતી, જે અત્યારે 2,28,000 રૂપિયા પાર કરી ગઈ છે. માત્ર એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 28,040 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

સોનું અને ચાંદીના ભાવ વધવાના મુખ્ય કારણો
– આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી: વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે છે.
– ETFમાં વધતું રોકાણ: શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોના અને ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે.
– ડોલર નબળાઈ અને વ્યાજ દરની અપેક્ષા: ડોલર નબળો થતો જાય છે અને અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા છે, જેના કારણે સોનું-ચાંદી આકર્ષક બની છે.
– ચાંદીની ઔદ્યોગિક માંગ: ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને ગ્રીન ટેકનોલોજી માટે ચાંદીની માંગ વધી રહી છે.
– રાજકીય અશાંતિ અને વૈશ્વિક તણાવ: વિશ્વના રાજકીય સંઘર્ષ અને તેલના ભાવના વધારો સોનું-ચાંદીની ખરીદી વધારવા માટે પ્રેરક બની રહ્યા છે.
– કેન્દ્રિય બેંકોની ખરીદી: અનેક દેશોની સેન્ટ્રલ બેંકો પણ સોનાની મોટી માત્રામાં ખરીદી કરી રહી છે.

નિષ્ણાંતોનું માનવું છે કે આગળ પણ સોનાં-ચાંદીના ભાવમાં વધારો થવાનું ચાલુ રહેશે, ખાસ કરીને વૈશ્વિક બજાર અને વૈશ્વિક તણાવને ધ્યાનમાં રાખીને.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ચીન જઈ રહેલ રશિયન તેલ ટેન્કરે લીધો યુ-ટર્ન, આવી રહ્યું છે હવે ભારત તરફ

વૈશ્વિક ઇંધણ પુરવઠા સંકટ વચ્ચે, રશિયન તેલ સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે ચીન તરફ જઈ રહેલા એક રશિયન તેલ ટેન્કરે દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો માર્ગ…