સોના-ચાંદીએ રચ્યો નવો ઈતિહાસ : સિલ્વર એક ઝાટકે 2.25 લાખને પાર, જાણો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીએ આજે નવો ઇતિહાસ રચ્યો છે. 24 ડિસેમ્બરના રોજ બંને કિંમતી ધાતુઓ ઓલ ટાઈમ હાઈ સ્તરે ટ્રેડ થઈ રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ ઝાટકે લગભગ ₹8,000 પ્રતિ કિલોની ભારે તેજી નોંધાઈ છે, જેના કારણે તે GST સહિત સીધી જ ₹2,25,522 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

ચાંદીમાં ભારે ઉછાળો
આંકડાઓ મુજબ, મંગળવારે ચાંદી GST વગર ₹2,11,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જ્યારે આજે તે સીધી જ ₹2,18,954 પ્રતિ કિલો પર ખુલ્લી. GST ઉમેર્યા બાદ ચાંદીનો ભાવ ₹2.25 લાખને પાર કરી ગયો છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર છે.

સોનાએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
બીજી તરફ સોનામાં પણ મજબૂત તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનું GST વગર ₹1,36,635 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે ખુલ્લું છે, જ્યારે GST સાથે તેની કિંમત ₹1,40,734 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં કુલ ₹60,895નો વધારો નોંધાયો છે.

ખરમાસ છતાં બજારમાં મંદી
ખરમાસના સમયગાળામાં સામાન્ય રીતે લગ્ન અને શુભ કાર્ય ઓછા હોવાના કારણે બજારમાં સુસ્તી જોવા મળે છે. આ વર્ષે પણ પરિસ્થિતિ કંઈક એવી જ છે. એક તરફ વેપાર પહેલેથી જ ધીમો છે અને બીજી તરફ સોના-ચાંદીની વધતી કિંમતોને કારણે ગ્રાહકો ખરીદી ટાળતા જોવા મળી રહ્યા છે. પરિણામે અનેક શહેરોના સર્રાફા બજારોમાં સન્નાટો છવાયેલો છે.

કેરેટ પ્રમાણે આજના સોનાના ભાવ
24 કેરેટ: ₹1,40,734 (GST સાથે)
23 કેરેટ: ₹1,40,170 (GST સાથે)
22 કેરેટ: ₹1,28,912 (GST સાથે)
18 કેરેટ: ₹1,05,550 (GST સાથે)
14 કેરેટ: ₹82,328 (GST સાથે)
(નોંધ: આ ભાવોમાં મેકિંગ ચાર્જનો સમાવેશ થતો નથી.)

ભાવ કેમ વધી રહ્યા છે?
નિષ્ણાતોના મતે સોના-ચાંદીમાં આવી રહેલી તેજી પાછળ વૈશ્વિક આર્થિક પરિબળો મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા ખાતે વ્યાજદરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનું અને ચાંદી તરફ વળી રહ્યા છે. બજાર અનુમાન લગાવી રહ્યું છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં બે વખત વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

IBJA દ્વારા જાહેર થયેલા ભાવ
આ ભાવો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. IBJA દિવસમાં બે વખત ભાવ જાહેર કરે છે, જે દેશભરના સર્રાફા બજારો માટે આધારરૂપ માનવામાં આવે છે. જોકે સ્થાનિક બજારમાં ₹1,000થી ₹2,000 સુધીનો ફરક પડી શકે છે.

રોકાણકારો માટે સલાહ
નિષ્ણાતો સલાહ આપે છે કે હાલની તેજીને જોતા ઉતાવળમાં રોકાણ કરવાને બદલે લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે. આવનારા દિવસોમાં વૈશ્વિક આર્થિક સંકેતો અને વ્યાજદર સંબંધિત નિર્ણય સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…