મલેશિયાના પૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024 ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા.

મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન “પાક લાહ” તરીકે પણ જાણીતા હતા. અબ્દુલ્લાને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કુઆલાલંપુરના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તમામ પ્રયાસો છતાં, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે અવસાન થયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા.

અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના શાસક નેશનલ ફ્રન્ટ ગઠબંધનમાં સૌથી પ્રભાવશાળી પક્ષ યુનાઇટેડ મલેય નેશનલ ઓર્ગેનાઇઝેશન (UMNO) ના સ્થાપક સભ્ય હતા. બદાવીનો જન્મ મલેશિયાના પેનાંગ પ્રાંતમાં થયો હતો અને તેમણે ઇસ્લામમાં ડિગ્રી મેળવી હતી. વર્ષ 1978માં તેમના પિતાના મૃત્યુ સુધી તેઓ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા રહ્યા. આ પછી તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને વર્ષ 1998 માં તેમને નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital

Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *