કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. આ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે સમગ્ર શહેરને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરતા સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ 9 માર્ચ, 2026ની રાત્રે 2:00 વાગ્યા સુધી અમદાવાદ શહેર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ પ્રતિબંધ હેઠળ ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર તેમજ હોટ એર બલૂન જેવા માનવ રહિત કે માનવ સંચાલિત હવાઈ સાધનોના ઉપયોગ પર મનાઈ રહેશે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હદ હેઠળ આવતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે.
જાહેરનામામાં જણાવાયું છે કે દેશ વિરોધી સંગઠનો અથવા આતંકવાદી તત્વો ડ્રોન જેવા સાધનોનો ગેરઉપયોગ કરીને મહાનુભાવ અથવા સામાન્ય જનતાની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
પોલીસે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ આદેશનો ભંગ કરશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)થી લઈને જોઈન્ટ પોલીસ કમિશ્નર સુધીના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





