ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનું ન્યાયક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે ઘણી બંધારણીય બેન્ચનો ભાગ બનીને ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે, જેમની સીધી અસર દેશના નાગરિક જીવન અને રાજકીય વ્યવસ્થા પર પડી છે.
- નોટબંધીને કાયદેસર ઠેરવ્યો 8 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારે ચલણ રદ કરવાની નોટબંધી જાહેર કરી હતી. આ નિર્ણય સામે 50થી વધુ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ હતી. બંધારણીય બેન્ચે ચાર વિરુદ્ધ એકના બહુમતીથી નોટબંધીને યોગ્ય ઠેરવી. જસ્ટિસ ગવઈએ પોતાના નિર્ણયમાં જણાવ્યું કે નોટબંધી રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે સંમતિથી લેવાયેલો નિર્ણય હતો, તેથી તે કાયદેસર છે.
- કલમ 370ને રદ્દ કરવાનો નિર્ણય 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી. આ નિર્ણય સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટની પાંચ સભ્ય બેચે સુનાવણી કરી. 11 ડિસેમ્બર 2023ના રોજ આપવામાં આવેલા નિર્ણયમાં કલમ 370ને હટાવવાનો નિર્ણય સર્વાનુમતે કાયદેસર ગણાયો. જસ્ટિસ ગવઈ પણ આ નિર્ણાયક બેચનો ભાગ હતા.
- ચૂંટણી બોન્ડ રદ કરાયા 15 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્ય બેચે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા. જસ્ટિસ ગવઈએ પોતાના તર્કમાં જણાવ્યું કે મતદારોને જાણવાની અધિકાર ઉપર આ યોજના ગેરફાયદાકારક હતી. એસબીઆઈને તમામ માહિતી ચૂંટણી પંચને આપવાનો આદેશ આપાયો.
- અનામતમાં પેટા-શ્રેણી માન્ય 2 ઓગસ્ટ 2024ના રોજ SC/ST સમુદાયમાં પેટા-શ્રેણીને અનામતમાં માન્ય ગણાવતી છ વિરુદ્ધ એકની બહુમતીનો ચુકાદો આવ્યો. જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે અનામતમાં ક્રીમી લેયર જેવી જોગવાઈ OBCની જેમ SC/ST માટે પણ લાગૂ પડવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર કોઈ એક જાતિને અનામત આપવા માટે સંપૂર્ણ અધિકાર ધરાવતી નથી.
- બુલડોઝર ન્યાય અંગે માર્ગદર્શિકા 14 નવેમ્બર 2024ના રોજ જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું કે ગુનો સાબિત થયા વિના કોઈની મિલકત તોડી પાડવી અન્યાયી છે. કોર્ટે કહેલું કે તોડફોડ પહેલા ઓછામાં ઓછી 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે. રજિસ્ટર્ડ પોસ્ટ અને ઈમેઇલ દ્વારા નોટિસ મોકલવી ફરજિયાત છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: b_india.digital






