ખ્યાતી હોસ્પિટલ PM-JAY કૌભાંડ: હાઈકોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફરી સાંભળવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો

– 60 દિવસની મર્યાદા પછી પણ યોગ્ય કારણ હોય તો ડિસ્ચાર્જ અરજીનો અધિકાર યથાવત: હાઈકોર્ટ
– તકનિકી કારણોસર અરજી ફગાવવી અયોગ્ય; તમામ દસ્તાવેજ આપી ફરી સુનાવણીનો ટ્રાયલ કોર્ટને આદેશ

પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ખ્યાતી હોસ્પિટલ PM-JAY કેસમાં આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીઓ ફરીથી સાંભળવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે. ટ્રાયલ કોર્ટએ અગાઉ ચાર્જશીટ ટ્રાયલ માટે મોકલાયા બાદ 60 દિવસની સમયમર્યાદા પછી અરજી કરવામાં આવી હોવાનું કહી તેને ફગાવી દીધી હતી. હોસ્પિટલના ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો સાથે CEO કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પાટોલિયા અને રાહુલ જૈને હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

જસ્ટિસ પી.એમ. રાવલે જણાવ્યું કે ફોજદારી ન્યાયપ્રણાલીમાં ઝડપી ટ્રાયલ સાથે ન્યાયસંગતતા પણ જરૂરી છે અને માત્ર તકનિકી કારણોસર ન્યાયથી વંચિત રાખી શકાય નહીં. આરોપીઓએ દલીલ કરી હતી કે કેટલાક મહત્વના દસ્તાવેજો તેમને બાદમાં મળતા અરજી મોડેથી થઈ. હાઈકોર્ટે આ કારણ માન્ય ગણાવી ટ્રાયલ કોર્ટને પ્રોસિક્યુશનના તમામ દસ્તાવેજો આરોપીઓને પૂરા પાડ્યા બાદ બંને પક્ષોને સાંભળીને ડિસ્ચાર્જ અરજીઓ પર ફરીથી નિર્ણય લેવા જણાવ્યું. સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે યોગ્ય કારણ હોય તો 60 દિવસ પછી પણ ડિસ્ચાર્જ અરજી કરવાની હકદારી સમાપ્ત થતી નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026: ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓ, શિક્ષણથી સંશોધન સુધી વધતી ભાગીદારી

પંકજ મકવાણા – અમદાવાદ: આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીઓએ નવા માઈલસ્ટોન્સ હાંસલ કર્યા…

મહિલા સશક્તિકરણ: ગામડાઓમાં ‘સરપંચ પતિ’ પ્રથા હટાવવા અનોખો પુરસ્કાર!

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામત લાગુ થયાને લગભગ એક દાયકા પછી પણ “સરપંચ પતિ”નો શબ્દ ગામડાઓમાં ગુંજે છે. ઘણા ગામોમાં મહિલા સરપંચ માત્ર કાગળ…