‘ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે’, ઈરાનના નેતા અલી લારિજાનીની ટ્રમ્પને કડક ચેતવણી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ શરૂ કરવું સરળ હોઈ શકે છે, પરંતુ તેને માત્ર થોડા ટ્વિટ્સ કરીને સમાપ્ત કરી શકાતું નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં લારિજાનીએ ટ્રમ્પના યુદ્ધ વિરામ સંબંધિત દાવાઓને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ટ્રમ્પ પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરે અને તેની કિંમત ચૂકવે નહીં, ત્યાં સુધી ઈરાન કોઈપણ સંજોગોમાં પાછળ હટવાનું નથી.

ટ્રમ્પ અને લારિજાની વચ્ચે વધ્યો વાકયુદ્ધ
આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પે એક નિવેદનમાં દાવો કર્યો કે અમેરિકા દ્વારા ઈરાન પર એટલા મોટા પાયે હુમલા કરવામાં આવ્યા છે કે હવે ત્યાં નિશાન બનાવવા માટે કંઈ ખાસ બાકી રહ્યું નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના લશ્કરી અને વ્યૂહાત્મક ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને અમેરિકા ઈચ્છે ત્યારે આ યુદ્ધનો અંત લાવી શકે છે.

પરંતુ લારિજાનીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન આ સંઘર્ષમાં પાછળ હટવાની તૈયારીમાં નથી અને તે અમેરિકા પર દબાણ વધારવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે.

સંઘર્ષ લાંબો ચાલવાના સંકેત
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાની વચ્ચેનો સંઘર્ષ સતત તેજ બનતો જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ જંગમાં સેંકડો લોકોના મોત થયા છે અને અનેક સૈન્ય તેમજ ઊર્જા સંબંધી ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે.

તાજેતરના હવાઈ હુમલાઓમાં ઈરાનના મહત્વના ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે તો તેની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને મિડલ ઈસ્ટની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, દૂતાવાસ સાથે સંકલન તેજ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સક્રિય બની છે. વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો દૂતાવાસો સાથે સતત સંકલન કરી…

હોર્મુઝ જળસંધિ પર ભારતીય જહાજોને મળી શકે સુરક્ષિત માર્ગ, ઈરાનનો સંકેત – ‘ભારત અમારો મિત્ર દેશ’

પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝ જળસંધિ અંગે ઈરાન તરફથી ભારત માટે સકારાત્મક સંકેત…