DRDO : 800 KM/H સ્પીડ પર ફાઇટર જેટ પાઇલટ ઇજેક્શન સિસ્ટમનું સફળ પરીક્ષણ

ભારતના સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ફાઇટર એરક્રાફ્ટની એસ્કેપ સિસ્ટમનું હાઇ-સ્પીડ રોકેટ-સ્લેડ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિસ્ટમ ફાઇટર જેટના પાઇલટને જોખમભરી પરિસ્થિતિઓમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવા માટે વિકસાવવામાં આવી છે.

800 કિમી/કલાકની ગતિ પર કસોટી
– પરીક્ષણ ચંદીગઢની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) ની રેલ ટ્રેક રોકેટ સ્લેડ (RTRS) સુવિધામાં કરવામાં આવ્યું.
– સિસ્ટમને 800 કિમી/કલાકની ગતિ પર ચકાસવામાં આવ્યું
– ત્રણ મુખ્ય ઘટકોની સફળતા માટે પરીક્ષણ થયું:
1. કેનોપી સેવરેન્સ (Canopy Severance)
2. ઇજેક્શન સિક્વન્સિંગ (Ejection Sequencing)
3. સંપૂર્ણ એરક્રૂ રિકવરી (Complete Aircrew Recovery)

રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO, IAF, ADA, HAL અને ઉદ્યોગ ભાગીદારોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને તેને ‘આત્મનિર્ભરતા’ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

‘ઓપરેશન સિંદૂર’ની સફળતા
– DRDO અધ્યક્ષ સમીર વી. કામતે જણાવ્યુ હતું કે નવીનતમ પરીક્ષણ ભારતની સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા દર્શાવે છે.
– મે મહિનામાં થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી લશ્કરી સિસ્ટમ્સની અસરકારકતા દેખાઈ
– આમાં અદ્યતન ટેકનોલોજી જેવી કે આકાશ મિસાઇલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, D4 એન્ટી-ડ્રોન સિસ્ટમ અને અન્ય સ્વદેશી પ્રણાલીઓનો સમાવેશ થયો

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…

અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…