અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાને બેકચેનલ ચર્ચાઓ દરમિયાન 10 ઓઈલ ટેન્કરોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી.
વ્હાઈટ હાઉસમાં યોજાયેલી બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે શરૂઆતમાં ઈરાને 8 મોટા તેલના ટેન્કરોને પસાર થવા દેવાની વાત કરી હતી, પરંતુ બાદમાં તે સંખ્યા વધારીને 10 કરવામાં આવી. તેમણે આ ઘટનાને ઈરાન તરફથી ‘ગુડવિલ’ના સંકેત તરીકે ગણાવ્યો.
ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમને આ અંગે માહિતી મળ્યા બાદ જ્યારે ટેન્કરોને હોર્મુઝમાંથી પસાર થતા જોયા, ત્યારે તેઓએ આને ઈરાનના વચન પર અડગ રહેવાના સંકેત તરીકે લીધું. સાથે જ તેમણે એક રસપ્રદ દાવો પણ કર્યો કે આ ટેન્કરો પર કદાચ પાકિસ્તાન નો ઝંડો લગાવવામાં આવ્યો હતો, જેનાથી લોજિસ્ટિક્સ અથવા રાજદ્વારી સ્તરે પાકિસ્તાનની સંભવિત ભૂમિકા અંગે ચર્ચા ઉઠી છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઈરાને બાદમાં માફી માંગતા વધુ બે ટેન્કરોને પસાર થવા દેવાની મંજૂરી આપી, જેના કારણે કુલ સંખ્યા 10 થઈ. તેમણે આ સમગ્ર ઘટનાને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી ગોપનીય ચર્ચાઓ સાથે જોડીને કહ્યું કે વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





