Dhanteras 2025: ધન, આરોગ્ય અને સમૃદ્ધિના ત્રિવેણી પર્વે જાણો સંપૂર્ણ પૂજા વિધિ

પ્રાચીન કાળથી ધનતેરસ માતા લક્ષ્મીજીના આગમન પર્વ તરીકે ઉજવાતો આવ્યો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે કુબેર દેવ અને ધન્વંતરી દેવતાનું પૂજન પણ અનિવાર્ય માનવામાં આવે છે.

તારીખ: 18 ઓક્ટોબર 2025 (શનિવાર)
શુભ મુહૂર્ત:
સવારે: 8:05 થી 9:32 (શુભ)
સાંજે: 6:10 થી 7:44 (લાભ)
રાત્રે: 9:17 થી 10:51 (શુભ), 10:51 થી 12:25 (અમૃત)

માતા લક્ષ્મી ધનની દેવી છે.
– કુબેર દેવ ધન અને ઐશ્વર્યના અધિપતિ છે.
– ધન્વંતરી દેવ આરોગ્યના દેવીમાન્ય દેવ છે.
– તેમના ત્રિવેણી પૂજનથી ઘરમાં સંપત્તિ, શાંતિ અને આરોગ્યનું સુખ પ્રસરે છે.

કેવી રીતે કરવી ધનતેરસ પૂજા?
તૈયારી:
– સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો.
– ઘરમાં લક્ષ્મીજી, કુબેરજી અને ધન્વંતરીજીની મૂર્તિ અથવા ફોટા પાટલા/બાજોટ પર સ્થાપિત કરો.
– પૂજા માટે જરૂરી સામગ્રી તૈયાર કરો: કમળના પુષ્પો, ગુલાબ, દુધ, લાડુ/મીઠાઈ, ધૂપ, દીવા, ઘી/તેલ, અત્તર, કુમકુમ, ચોખા, કપુર વગેરે.

પૂજા ક્રમ:
ગણેશ પૂજન થી શરૂઆત કરો. તેમને લાડુ, ફૂલો અને પંચામૃતથી સ્નાન કરાવો.

લક્ષ્મીજીને પૂજાવો નીચે મુજબ મંત્રો દ્વારા:
– ૐ હ્રીં
– ૐ શ્રીં
– ૐ હ્રીં શ્રીં નમઃ
– ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ

કુબેર પૂજન કરો કમળ કાકડી કે સ્ફટિક માળાથી આ મંત્રના જાપ સાથે:
ૐ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધનધાન્યાદિ પતયે ધનધાન્ય સમૃદ્ધિ દેહિ મેં દયાપ સ્વાહા

ધન્વંતરી પૂજન: આરોગ્ય માટે તજ, લવિંગ, મધ જેવી ઔષધી સાથે આ મંત્રનો જાપ કરો:
ૐ ધન્વંતરયે નમઃ

દરેક દેવતાને પુષ્પ, અત્તર, મીઠાઈ, ફળ અને દીવો અર્પણ કરો.

યમદીપ દાન – મૃત્યુ ભયથી મુક્તિ માટે
ધનતેરસે રાત્રે “યમદીપ” નામે યમરાજ માટે દીવો પ્રસિદ્ધ છે.
તે નીચે મુજબ કરો:
– લોટથી બનાવેલો દીવો લો.
– તેમાં તલનું તેલ ભરો અને કાળા તલ નાંખો.
– ઘઉંના ઢગલાના ઉપર દક્ષિણ દિશામાં મુકવો.
– દીવો ચાર મુખવાળો હોવો જોઈએ.
– કહેવામાં આવે છે કે આ દીવો મુક્તિ આપે છે અને અકાળમૃત્યુથી રક્ષા કરે છે.

ખાસ ટીપ્સ:
– લક્ષ્મી પૂજામાં 3, 6 કે 9 માળા મંત્ર જાપ કરવાથી અખુટ ધન અને સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
– સ્ફટિક, કમળ કાકડી કે તુલસીની માળાથી જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
– પૂજાનો અંતિમ ભાગ ‘વિસર્જન’ મુહૂર્તમાં કરો અને લક્ષ્મીજીના સિક્કા કબાટમાં મુકવો.

શું ખરીદવું ધનતેરસે?
– ચાંદીના સિક્કા
– નવા વાસણો (તાંબાં, પિતળ)
– ધનવંતરી યંત્ર
– આરોગ્યવર્ધક ઔષધિઓ
– દિવાઓ, તલ, તુલસીનું છોડ

ધનતેરસ માત્ર ધનની નહીં પણ સંપત્તિ, આરોગ્ય અને જીવનની સમૃદ્ધિ માટેનો પવિત્ર તહેવાર છે. જો લક્ષ્મી, કુબેર અને ધન્વંતરીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરાય, તો વર્ષભર ઘરમાં સુખ, શાંતિ અને ધન ધાન્યની અખુટ કૃપા મળે છે.

 

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. Bindia NEWS આની પુષ્ટિ કરતું નથી

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…