ઠંડી વિદાય લઈ રહી છતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી, તાપમાનમાં પણ આવશે ફેરફાર

ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપોની અસર શરૂ થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

10 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ
હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ 10 ફેબ્રુઆરીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખેતી પર અસર કરી શકે હોવાથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

તાપમાન રહેશે 20થી 28 ડિગ્રી વચ્ચે
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકિનારાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 20થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

12 ફેબ્રુઆરી બાદ ધીમે-ધીમે વધશે તાપમાન
અંબાલાલ પટેલના કહેવા મુજબ 12 ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની શક્યતા છે. જોકે, ત્યાં સુધી હવામાનનો મિજાજ બદલાતો રહે તેવી શક્યતા હોવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની જરૂર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…