ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન “ચક્રવાતી તોફાન” સ્તરે છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી.
શ્રીલંકામાં ભારે વિનાશ
– દિત્વાહ ભૂમિ સ્પર્શ કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કિનારે ભારે તબાહી મચાવી હતી.
– અત્યાર સુધી 150 થી વધુ લોકોના મોત
– અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન
– હજારો લોકો બેસહારા
– તમિલનાડુમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
IMD એ રાજ્ય માટે ગંભીર ચેતવણીઓ જાહેર કરી છે:
– 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ
– 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
– કેટલાક શહેરોમાં પહેલેથી જ ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યા છે.
– IMD મુજબ, ચક્રવાત રવિવારે સવારે 50 કિમી અને સાંજે 25 કિમીના અંતરે દરિયાકાંઠાને સ્પર્શ કરી શકે છે.
– 47 ફ્લાઇટ્સ રદ, ટ્રેનોની સેવાઓ પણ અટકાવી
ચક્રવાતના વધતા પ્રભાવને કારણે:
– ચેન્નાઈ એરપોર્ટ પરથી 47 ફ્લાઇટ્સ રદ
– કેટલીક ટ્રેન સર્વિસિસ સ્થગિત, પરિવહન વ્યવસ્થા અસરગ્રસ્ત
NDRF–SDRF હાઈ એલર્ટ પર
– પરિસ્થિતિ ગંભીર બનતાં બચાવ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.
– NDRFની 6ઠ્ઠી બટાલિયનની 5 ટીમોને વડોદરા (ગુજરાત)માંથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ મોકલવામાં આવી
– ટીમો પુરબચાવ સાધનો અને CSSR ગિયર (બચાવ–રાહત માટે) સાથે સંપૂર્ણ સજ્જ
– SDRF અને સ્થાનિક પ્રશાસન પણ તૈનાત
– રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠા નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું અનુરોધ કરવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






