દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, વિચારોના આદાન-પ્રદાન અને નવીનતાનું કેન્દ્ર હોય છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી.
કડક શિસ્તભંગની કાર્યવાહી થશે
યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન, યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કે કાયમી રીતે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉ પણ 2016 અને 2020માં JNU કેમ્પસમાં આવા વિવાદાસ્પદ સૂત્રોચ્ચારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
શરજીલ ઇમામ અને ઉમર ખાલિદના જામીન મામલે વિરોધ
મળતી માહિતી મુજબ, દિલ્હી હિંસા કેસમાં આરોપી શરજીલ ઇમામ અને ઉમર ખાલિદને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન ન આપવાના નિર્ણય બાદ, સોમવારે JNU કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉશ્કેરણીજનક અને અભદ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સૂત્રોચ્ચારમાં બંધારણીય સંસ્થાઓને પડકારવા ઉપરાંત વડાપ્રધાન, ગૃહમંત્રી, RSS સહિત અન્ય લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાના આરોપો લગાવવામાં આવ્યા છે.
દિલ્હી સરકારની કડક પ્રતિક્રિયા
આ સમગ્ર ઘટનાની દિલ્હી સરકારના ગૃહમંત્રી આશિષ સૂદે કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં અસંમતિનો અધિકાર છે, પરંતુ હિંસા, ઉશ્કેરણી અને દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી. તેમણે ઉમેર્યું કે નીતિઓ અંગે ચર્ચા અને મતભેદ સ્વીકાર્ય છે, પરંતુ દેશને તોડવાના પ્રયાસો સામે કોઈ સહાનુભૂતિ રાખી શકાય નહીં.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in







