રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલું છે અને તાપમાન 45°Cને પાર કર્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો ચક્કર આવવું, બેભાન થવું, લૂ લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે આવા સમયે ઘરેલુ અને કુદરતી ઉપાય ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કાચી ડુંગળીનું સેવન ગરમીથી બચાવવામાં ખૂબ લાભદાયી છે.
શું છે કાચી ડુંગળીના આરોગ્યલાભ?
1. હીટસ્ટ્રોકથી રક્ષણ:
ડુંગળી શરીરને અંદરથી ઠંડક આપે છે અને તાપમાન સહન કરવાની ક્ષમતા વધારે છે. ખાસ કરીને બપોરના ભોજનમાં તેનો ઉપયોગ લૂથી રક્ષણ આપે છે.
2. શરીરમાં પાણીની ઉણપ દૂર કરે:
ડુંગળીમાં કુદરતી રીતે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ઉનાળામાં શરીરમાં પ્રવાહી નીકળી જાય છે ત્યારે ડુંગળી તેની પૂર્તિ કરે છે.
3. પાચનશક્તિ સુધારે:
કાચી ડુંગળીમાં ફાઈબર હોય છે, જે પાચન તંત્રને સુધારે છે. ઉકળાટ, એસિડિટી અને કબજી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
4. રોગપ્રતિકારક શક્તિ વધારવી:
ડુંગળીમાં વિટામિન C અને ક્વરેસેટિન જેવા એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. જે વાયરસ અને બેક્ટેરિયાથી શરીનુ રક્ષણ કરે છે.
5. ચામડીની સમસ્યાઓમાં રાહત:
ડુંગળીનું સેવન ઘમોરીયા જેવી ગરમીને લગતી ચામડીની સમસ્યામાં રાહત આપે છે. તેમાં હાજર તત્વો ચામડીને ઠંડક આપે છે.
કાચી ડુંગળી ઉપયોગ કેવી રીતે કરવો?
– સલાડમાં ઉમેરો: લાલ ડુંગળીના પાતળા કટકા કપાઈને ભોજન સાથે સલાડ રૂપે લો.
– કચૂંબર બનાવો: ડુંગળી સાથે લીંબુ અને મરી ઉમેરીને સરળ કચૂંબર બનાવો.
– રાયતુંમાં ઉમેરો: દહીંમાં નાની સમારેલી ડુંગળી ઉમેરવાથી ટેસ્ટ અને પાચનમાં સુધારો થાય છે.
– કેરી સાથે: કાચી કેરી અને ડુંગળીનું મિશ્રણ ગરમીમાં ઉત્તમ કૂલિંગ ફૂડ છે.
ક્યારે બચવું જોઈએ?
જો તમને વારંવાર એસિડિટી, ગેસ અથવા પાચન તંત્રમાં તકલીફ રહેતી હોય, તો કાચી ડુંગળી ટાળવી જોઈએ અથવા સીમિત માત્રામાં લેવી જોઈએ. દિવસ દરમિયાન બપોરે તેનું સેવન વધુ લાભદાયી માનવામાં આવે છે.
Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.








