શિયાળાના આગમન સાથે શરીરમાં ઉર્જા વધારવા માટે ખોરાકની પસંદગીઓ બદલાય છે. ઠંડીના દિવસોમાં હોટ ડ્રિંક્સ અને મસાલેદાર ખોરાક લોકો વધારે પસંદ કરે છે. આવી સ્થિતિમાં હળદર, ગોળ અને કાળા મરીનું નિયમિત સેવન શરીરને ગરમી, હૂંફ અને ઉર્જા પ્રદાન કરે છે.
લાભો:
– હળદર: એન્ટીઑક્સીડન્ટ અને બળતરા વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે, જે શરીરને હૂંફ અને ઊર્જા આપે છે.
– કાળા મરી: પાઇપરિન નામના સંયોજનને પાચનતંત્ર મજબૂત બનાવે છે અને હૂંફ પ્રદાન કરે છે.
– ગોળ: આયર્ન અને અન્ય ખનિજથી સમૃદ્ધ, શરીરને ઉર્જા અને ગરમી આપે છે.
હોટ ડ્રિંકસ સાથે ફાયદો:
તમે હળદર અને કાળા મરીને ચા અથવા દૂધમાં ઉમેરી શકો છો. ગોળનો ઉપયોગ ખોરાકમાં કરી શકાય છે. આ ત્રણેય મસાલાનું મિશ્રણ ગરમ પીણું બનાવી ખાલી પેટે પીવાથી વધુ લાભ થાય છે.
સરળ રીતે પીણું બનાવવાની રીત:
– એક કપ દૂધ અથવા પાણી ગરમ કરો.
– તેમાં અડધી ચમચી હળદર અને એક ચપટી કાળા મરી ઉમેરો.
– ગોળ મિક્સ કરીને ઓગાળી લો.
આ ગરમ પીણું પીવાથી શરીરને હૂંફ, ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ મળે છે.
Disclaimer:લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






