રજત શર્મા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાઓની મુશ્કેલી વધી, સાકેત કોર્ટે સમન્સ કર્યા જારી

ટીવી પત્રકાર અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને 27 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે.

આ મામલો સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોથી સંબંધિત છે, જેમાં એવો આરોપ મૂકાયો હતો કે રજત શર્માએ લાઈવ ડિબેટ દરમિયાન અપશબ્દો વાપર્યા હતા. જોકે, કોર્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો એડિટ કરાયેલો હતો. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ના રિપોર્ટ અનુસાર, વીડિયોમાં પાછળથી ટાઈટલ અને કેપ્શન ઉમેરવામાં આવ્યા હતા.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવાંશી જન્મેજાએ જણાવ્યું કે પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ત્રણેય નેતાઓએ પરસ્પર મિલીભગતથી પત્રકારની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. કોર્ટે IPCની કલમ 465, 471 અને 499/500 હેઠળ કાર્યવાહી માટે પૂરતા આધાર હોવાનું માન્યું છે.

અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ વિવાદિત પોસ્ટ્સ હટાવવાનો આદેશ આપ્યો હતો. હવે આ કેસની આગળની સુનાવણી 2026માં થશે, જેને લઈને રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો ચોંકાવનારો નિવેદન: “અમેરિકા માટે બધું કર્યું, પરંતુ ફક્ત ઉપયોગ કર્યો”

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની મિત્રતા ફરીથી ચર્ચામાં આવી છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રાષ્ટ્રીય સભામાં આપેલા ચોંકાવનારા નિવેદનમાં અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનનો…

દુશ્મનોના શ્વાસ થંભી જશે: 114 ‘રાફેલ’ અને ‘સ્કેલ્પ’ મિસાઈલથી સજ્જ થશે ભારત

ભારતીય આકાશ હવે પહેલાં કરતા વધુ સુરક્ષિત અને અભેદ્ય બનવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયની આવતીકાલે યોજાનારી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠક ભારતની સૈન્ય શક્તિ માટે માઈલસ્ટોન સાબિત થશે. આ બેઠકમાં…