ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી અને અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બીજી તરફ હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા:
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. હિમાલયના રાજ્યોમાં વધુ એક રાઉન્ડમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હીમાં હજુ ઓછામાં ઓછા બે દિવસ સુધી ઠંડીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. દેશના અનેક મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું છે અને કેટલાક શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું છે.

આ વર્ષે શિયાળો કેમ નરમ રહ્યો?
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન બનવાને કારણે ભારે હિમવર્ષા થઈ નથી. સામાન્ય રીતે પહાડોમાં ભારે બરફવર્ષા થતાં ત્યાંથી ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચે છે, પરંતુ આ વખતે તે પ્રક્રિયા નબળી રહી છે.

ઉપરાંત, પ્રશાંત મહાસાગરમાં વધતા તાપમાન એટલે કે ‘અલ નીનો’ની અસર અને અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ તથા ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થતો અટક્યો છે.

ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ:
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી અનુભવાતી હતી, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ડિસેમ્બર-2024માં કચ્છના નલિયામાં 31 દિવસમાંથી 22 વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.

અમદાવાદ અને નલિયાનું તાપમાન:
ગત વર્ષ 28 ડિસેમ્બર 2024ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. મહત્વની વાત એ છે કે આ વખતે નલિયા સિવાય ગુજરાતના કોઈપણ વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું નથી.

અમદાવાદમાં ડિસેમ્બર 2024 દરમિયાન 14 દિવસ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 4 દિવસ જ એવો ઘટાડો નોંધાયો છે. આ કારણે અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુઆરી મહિનાની સૌથી ઓછી ઠંડી અનુભવાઈ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત…

Bharuch : અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રિયાઝ પટેલ, અંકલેશ્વર/ નેશનલ રોડ સેફ્ટી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની…