મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – Special Intensive Revision) અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.

મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારોને પોતાના નામ ઉમેરવા, સુધારવા અથવા કમી કરવા અંગે દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે.

ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કુલ 69,760 નાગરિકોએ ફોર્મ-6 રજૂ કર્યા છે. જ્યારે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકોએ ફોર્મ-7 ભર્યા છે.

ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયેલા તમામ દાવા અને વાંધાઓની સત્યતા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી બાદ આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. ચૂંટણી તંત્રએ તમામ પાત્ર નાગરિકોને સમયમર્યાદા અંદર પોતાના દાવા-વાંધા રજૂ કરવા અપીલ કરી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Stock Market Weakness: ક્રૂડ ઓઈલ $89 ને પાર અને મધ્ય-પૂર્વ તણાવનો મોટો ફટકો Investor Frenzy

ભારતીય Stock Market આજે નબળું: Nifty 50 અને Sensexમાં ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવથી બજાર પર દબાણ ભારતીય Stock Marketમાં 17 ઓગસ્ટ 2026ના રોજ નબળાઈ જોવા મળી. Nifty 50 અને Sensexમાં ઘટાડો, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને મધ્ય-પૂર્વની ભૂ-રાજકીય સ્થિતિ વચ્ચે બજારની સ્થિતિ જાણો. ભારતીય Stock Market આજે દબાણમાં ભારતીય Stock Marketમાં આજે, 17 ઓગસ્ટ 2026, સાવચેતીભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતાના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ જોવા મળ્યું. શરૂઆતના ટ્રેડિંગમાં બેન્ચમાર્ક સૂચકાંકો Nifty 50 અને Sensex ઘટાડા સાથે આગળ વધ્યા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ Nifty 50 લગભગ 0.34% ઘટીને 24,282.45 અને Sensex 0.46% ઘટીને 77,647 પર રહ્યો હતો. આજના સેશન પહેલાં પણ…

UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ

UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…